
ભારતના બંધારણ અંગે મહત્વની 100 બાબતો : રાષ્ટ્રપતિ રાજ્યસભા અને લોકસભા સાંસદના ત્રણ અંગો ગણાય છે. કારોબારી, ધારાસભા અને ન્યાયપાલિકા સરકારના ત્રણ અંગો છે. રાષ્ટ્રપતિ બંધારણના વાળા છે. રાષ્ટ્રપતિ ત્રણેય સેના પાંખના સરસેનાપતિ છે. નાણાકીય ખરડો રજુ કરવા માટે રાષ્ટ્રપતિ પૂર્વમંજૂરી આવશ્યક છે. રાષ્ટ્રપતિ સંસદ ચાલુ ન હોય ત્યારે વટહુકમ બહાર પાડવાની , દેશમાં કટોકટી જાહેર કરવાની અને ગુનેગારની ફાંસીની સજા માફ કરવાની સત્તા ધરાવે છે. રાષ્ટ્રપતિ રાજ્યસભામાં વિભિન્ન ક્ષેત્રના 12 નિષ્ણાત સદસ્યો અને લોકસભામાં 2 એલ્ગો-ઇન્ડિયન સદસ્યોની નિમણુંક કરવાની સત્તા ધરાવે છે. ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ છે. લોકસભા સંસદનું નીચલું અને રાજ્યસભા સંસદનું ઉપલું અને કાયમી ગૃહ છે. લોકસભાની મહત્તમ સભ્ય સંખ્યા 552 એન રાજ્યસભાની 250 છે. નાણાં ખરડો સૌ પ્રથમ લોકસભામાં રજુ થાય છે. મંત્રીમંડળ લોકસભાને જવાબદાર છે. સંઘશક્તિ પ્રદેશોના વિષયમાં કાયદા ઘળવાની શક્તિ રાષ્ટ્રપતિ પાસે રહેલી છે...